March 18, 2025

કેદારના મોતનો મામલો: અધિકારીને સસ્પેન્ડ કરીશું તો થશે ધરપકડ… સસ્પેન્ડ ઓર્ડર બાદ સસ્પેન્શન ઓર્ડર અટકાવાયો

Surat: ગટરમાં પડ્યા બાદ 2 વર્ષના કેદારના મોતને લઈને ચકચાર મચી ગઈ હતી. જોકે, કેદારના મોત બાદ પણ તંત્ર હજુ પણ અધિકારીઓને બાચવવામાં લાગ્યું છે. કેદારના મોત બાદ જૂનિયર અધિકારી સુપરવાઈઝર ચેતન રાણાને સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ હવે સસ્પેન્ડ ઓર્ડર બાદ પણ સસ્પેન્શન ઓર્ડર અટકાવાયો છે.

મળતી માહિતી અનુસાર સુરતના વરિયાવમાં ગટરમાં પડી જતા 2 વર્ષના કેદારનું મોત નીપજ્યું હતું. જેમાં કોર્પોરેશનની ગંભીર બેદકારી સામે આવી છે. આ ઘટનામાં જૂનિયર અધિકારી સુપરવાઈઝર ચેતન રાણાને સસ્પેન્ડ કરાયા હતા. સોમવારે બપોર બાદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, પછી પાલિકાને ભાન થયું કે અધિકારીને સસ્પેન્ડ કરીશું તો તેની ધરપકડ થશે. તેથી બપોર બાદ અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ અટકાવાયો છે. તેમજ હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની એક સ્ટ્રેટજી નક્કી કરાશે ત્યારબાદ ઓર્ડર કરાશે. આ ઘટનામાં હવે પોલીસની તપાસ પાલિકા પર નિર્ભર છે.

આ પણ વાંચો: ‘કોઈએ ચિંતા કરવાની જરૂર નથી…’, માયાભાઈ આહિરે હોસ્પિટલમાંથી આપી પ્રતિક્રિયા