December 9, 2024

ભારતમાં પહેલી વખત સુરતની 31 સ્કૂલને વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી

અમિત રૂપાપરા, સુરત: અત્યાર સુધી દેશની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી. પરંતુ સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયના અભ્યાસની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જેમાં પહેલી વખત એક સાથે 31 શાળાના ધોરણ 9થી વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે.

શાળાઓને આ બાબતે અરજી
એપ્રિલ 2024માં સુરતની ભુલકા વિહાર શાળાના આચાર્ય મીતાબેન વકીલ દ્વારા ગુજરાત બોર્ડ પાસે શાળામાં વોકેશનલ વિષયના અભ્યાસક્રમની શરૂઆત કરવાની માગ કરવામાં આવી હતી. જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક શાળા પૂરતો આ પ્રકારના કોર્ષને મંજૂરી ન આપી શકાય તેવો પ્રતિસાદ આપ્યો હતો. ત્યારબાદ આ બાબતે સુરતમાં શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા સુરતની શાળાઓને આ બાબતે અરજી કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવી હતી. લાંબી ચર્ચા વિચારણાઓ અને મીટીંગો બાદ સુરતની 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ 9થી 12 આઈટીના વિષયના અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે.

આ બાબત સુરતમાં શક્ય બની
આ કોર્ષ માટે શાળા કોઈ પણ પ્રકારની વધારે ફી લઈ શકશે નહીં અને શાળાની રેગ્યુલર ફીમાં જ વિદ્યાર્થીઓને આ કોર્સનો અભ્યાસ કરાવવાનો રહેશે અને આ કોર્ષ ભોપાલથી જ તૈયાર કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં પહેલી વખત આ બાબત સુરતમાં શક્ય બની છે. આ કારણથી ભવિષ્યમાં અને ખાનગી શાળાના હજારો વિદ્યાર્થીઓને સ્કૂલથી વોકેશનલ વિષયના અભ્યાસોની તક મળી રહેશે. હાલ સુરતની 31 શાળાઓને ITનો વેકેશનલી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી વર્ષમાં શાળામાં ઊભી કરવામાં આવેલી સવલતો અનુસાર અલગ અલગ કોર્ષોની પણ મંજૂરી અલગ અલગ શાળાઓને આપવામાં આવશે. ધોરણ 9માં PT, ધોરણ 10 સંસ્કૃત હિન્દી તેમજ ધોરણ 11 12 અર્થશાસ્ત્ર અને સમાજસાસ્ત્રના ઓપશનમાં પણ એક વિષયના ઓપશનમાં આ કોર્સ આપવામાં આવશે. આ કોર્ટમાં 50 માર્કનું પ્રેક્ટિકલ 30 માર્કનું થિયરીકલ તેમજ 20 માર્ક ઇન્ટરનલના આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: મેદાન પર જોવા મળી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જુગલબંધી, વીડિયો આવ્યો સામે

શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે
આગામી દિવસોમાં સુરત શહેરના ઉદ્યોગને અનુરૂપ અલગ અલગ કોર્સ જો કોઈ શાળાને ડિઝાઇન કરવા હોય તો ભોપાલથી અલગ કોર્સ ડિઝાઇન પણ કરી આપવામાં આવે છે. કોર્સ જે તે સીટીના ઉદ્યોગને અનુરૂપ હોય તો આ કોર્સથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોનું નોલેજ આવશે. બીજી તરફ થિયરીકલ નોલેજમાં વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ મળી રહે તેવી આશાનું કિરણ શાળા સંચાલકો અને શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.