March 18, 2025

સુરતના 2 વર્ષના બાળકના મોત બાદ પાલિકાના 4 અધિકારીઓને અપાઈ શો કોઝ નોટિસ

Surat: સુરતના વરિયાવ ખાતે બે વર્ષના બાળક મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ સિવાય પાલિકા ઝોનના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં ગટરમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત નીપજ્યા બાદ પરિવારજનોમાં રોષનો માહોલ છે. જે બાદ હવે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ સિવાય પાલિકા ઝોનના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ઘટના સ્થળે કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા. પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે આ નિર્ણંય લીધો હતો. પાલિકાના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ સામે આવી છે. તેમજ બીજી બાજુ પોલીસ દ્વારા પણ ગુનો નોંધવામાં આવ્યો.

આ પણ વાંચો: વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે કલેક્ટરે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું