November 6, 2024

રશિયાએ યુક્રેનના 2 સૌથી મોટા શહેરો પર હુમલો કર્યો, 4 લોકોના મોત

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલ કોઈ એવા સંકેત મળી રહ્યા નથી કે જેના કારણે આ યુદ્ધ અટકી જાય. આ વચ્ચે રશિયન સેના વધુને વધુ આક્રમક બની રહી છે. રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારી દીધી હોવાનું સામે આવ્યું છે.

રશિયાએ શહેરો પર બોમ્બમારો કર્યો
રશિયાએ યુક્રેનના બે સૌથી મોટા શહેરો ખાર્કિવ અને કિવ પર જોરદાર બોમ્બમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ હુમલાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. યુક્રેનના અધિકારીઓએ આ વિશે આજે માહિતી આપી છે. મેયર ઇહોર તેરેખોવે જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી તરત જ રશિયન બોમ્બ ધડાકામાં ખાર્કિવમાં ચાર લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચો: ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ

રશિયા સતત હુમલા કરી રહ્યું છે
આ પહેલા રશિયાએ શનિવારે રાત્રે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો હતો. જેમાં એક 15 વર્ષની છોકરીનું મોત થયું હતું. રશિયાએ યુક્રેનના મધ્ય વિસ્તારમાં પણ મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા હતા. રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારી દીધી છે.