October 13, 2024

રાહુલ ગાંધીને જવાબ આપતા ગિરિરાજ સિંહ બોલ્યા, “તેમને જવાબ આપવો મૂર્ખતા છે”

Giriraj Singh on Rahul Gandhi: ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર હુમલો કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નરેન્દ્ર મોદી અને અમેરિકામાં ચૂંટણીને લઈને રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ગામડામાં કહેવત છે કે સો ઉંદરો ખાઈને બિલાડી હજ કરવા ચાલી. કોંગ્રેસ જે આઝાદી પછી તુષ્ટિકરણની રાજનીતિ કરતી રહી, શીખોની હત્યા કરતી રહી, હવે પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહી છે.”

રાહુલ ગાંધીને જવાબ આપવું મૂર્ખતા
ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે જેઓ વધુ અજ્ઞાની હોય છે તેઓ તેમના જ્ઞાનનું પ્રદર્શન પણ વધારે કરે છે. રાહુલ ગાંધી કહેતા હતા કે અમે 400 બેઠકો જીતીશું, હું લેખિતમાં આપું છું, 400 બેઠકો ક્યાં ગઈ? આટલી થેથેરાઈ, આટલું થેથેરોલોજી આપણે ક્યારેય નથી જોયું. તેમના સવાલોના જવાબો આપવા પોતાની જાતને બિલો ધ બેલ્ટ લઈ જવા જેવુ છે. જે વ્યક્તિએ 3 ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને રસ્તે લગાડી દીધી તેના વિષે શું જ કહેવું. રાહુલ ગાંધીને જવાબ આપવું મૂર્ખતા છે.

આ પણ વાંચો: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી

એક દિવસ પહેલા પણ રાહુલ પર કર્યા હતા પ્રહાર
તો, એક દિવસ પહેલા પણ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. બેરોજગારી અને ચીન સાથે જોડાયેલા રાહુલના નિવેદન પર ગિરિરાજ સિંહે કહ્યું હતું કે લાગે છે કે તેઓ ચીનના પૈસા પર જીવી રહ્યા છે અને તેથી જ તેઓ વિદેશમાં જઈને પણ ચીનનો પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારતની બહાર જઈને ભારતના વખાણ કરવાને બદલે ભારત વિષે એલફેલ બોલી રહ્યા છે અને ચીનના વખાણ કરી રહ્યા છે. આવા લોકો સામે દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. જેઓ ભારતની બહાર જઈને ભારતની જ નિંદા કરે છે અને દુશ્મન દેશોના વખાણ કરે છે.