December 13, 2024

રાજ્યસભામાં જગદીપ ધનખરે વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું હું ખેડૂતનો દીકરો છું, મરી જઈશ પણ ઝૂકીશ નહીં…

Jagdeep Dhankhar: સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજના દિવસે ભારો હોબાળો થયો હતો. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે હું ખેડૂતનો પુત્ર છું, હું મરીશ પણ ઝૂકીશ નહીં. તમે લોકોએ બંધારણના ટુકડા કરી નાખ્યા છે. મેં ઘણું સહન કર્યું છે. ખડગેએ ધનખરને કહ્યું કે જો તમે ખેડૂતના પુત્ર છો તો અમે મજૂરોના પુત્ર છીએ. ખર્નેએ કહ્યું કે તમે અમારું અપમાન કર્યું છે તો અમે તમારું સન્માન કેવી રીતે કરીશું.

આ પણ વાંચો: સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

બંધારણના ટુકડા કરી નાખ્યા છે
સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજના દિવસે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ખુબ હોબાળો થયો હતો. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મલ્લિકાર્જુન ખડગે અને જગદીપ ધનખડ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. જગદીપ ધનખરે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે હું ખેડૂતનો પુત્ર છું, હું મરીશ પણ ઝૂકીશ નહીં. તમે લોકોએ બંધારણના ટુકડા કરી નાખ્યા છે. મેં ઘણું સહન કર્યું છે. આજનો ખેડૂત ખેતર પૂરતો મર્યાદિત રહ્યો નથી. સરકારી નોકરીની સાથે બીજા કાર્ય પણ કરે છે. તમે આ પ્રકારનો પ્રસ્તાવ લાવો અને તેના વિશે ચર્ચા ચર્ચા કરો તે તમારો અધિકાર છે. તમે બંધારણના ટુકડા કરી નાખ્યા છે.