રાજકોટ પોલીસે નકલી પોલીસને દબોચ્યો, CCTVને આધારે મળી સફળતા
Rajkot: રાજ્યમાં અવારનવાર નકલી જજ, વકીલ, શિક્ષક તેમજ અધ્યાપક ઝડપાવવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસમેન ઝડપાયો છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. પોલીસ બની 40 હાજર રૂપિયાનો તોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર રાજકોટમાંથી નકલી પોલીસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હોટલમાંથી રૂપલલના સાથે નીકળેલા યુવક પાસેથી પોલીસ બની તોડ કર્યો હતો. વધુમાં આ શખ્સે પોલીસ બની 40 હાજર રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, CCTVને આધારે એ ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. જેનું નામ અલ્તાફ ખેરડીયા છે. ઉલ્લેખનીય છે કે, 5 માસ પહેલા કરેલા તોડમાં પોલીસને CCTVને આધારે સફળતા મળી છે.
આ પણ વાંચો: સ્વેટર-ધાબળા કાઢી લેજો, હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી