December 13, 2024

Priyanka Gandhi First Speech: પ્રિયંકા ગાંધીએ સંસદમાં કહ્યું, ‘સરકાર અનામતને નબળી પાડવાનું કાર્ય કરી રહી છે’

Priyanka Gandhi First Speech: આજના દિવસે લોકસભામાં બંધારણ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમયે કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો: સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ, સંધ્યા થિયેટરમાં દોડધામ મામલે મોટી કાર્યવાહી

સ્વાતંત્ર્ય સંગ્રામ એક અનોખો સંગ્રામ
પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમારો સ્વાતંત્ર્ય સંગ્રામ એક અનોખો સંગ્રામ હતો. આ એવી લડાઈ છે જે અહિંસા આધારિત છે. દરેક વ્યક્તિ સ્વતંત્રતા માટે લડ્યા છે. આ લડાઈમાં એક એવો આવાજ નિકળ્યો જે દેશ માટેનો અવાજ હતો. આ અવાજ આજે આપણું બંધારણ છે. આ અવાજ હિંમતનો છે. પ્રિયંકા ગાંધીએ અનામતને લઈને કહ્યું કે સરકાર અનામતને નબળી પાડવાનું કાર્ય કરી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે સરકારે આ પરિણામો લોકસભામાં ન આવ્યા હોત તો તેમણે બંધારણ બદલવાનું કામ શરૂ કરી દીધું હોત. આ પરિણામ પરથી ખબર પડે છે કે દેશની જનતા બંધારણને સુરક્ષિત રાખવા માંગે છે.