February 27, 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી

Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. તેઓ એક દિવસીય મુલાકાતે મહાકુંભ પહોંચ્યા છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યું. સ્નાન કરતા પહેલા માતા ગંગાને ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પછી ગંગાની પૂજા અને આરતી કરવામાં આવશે. અક્ષયવત અને હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કરશે. રાષ્ટ્રપતિની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ છે.

મહાકુંભમાં પહોંચતા રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. દ્રૌપદી મુર્મુએ હોડીમાં સંગમની યાત્રા કરી. ત્યારબાદ તે ગંગા પૂજા કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ અન્ય તીર્થસ્થળોની પણ મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ સાંજે 4 વાગ્યા સુધી પ્રયાગરાજમાં રહેશે. દ્રૌપદી મુર્મુ દેશના બીજા રાષ્ટ્રપતિ છે, જેમણે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. અગાઉ 1954માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે પણ મહાકુંભમાં સ્નાન કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના, કાર ચાલકે રાહદારીઓને અડફેટે લઈ ભાગવાનો કર્યો પ્રયાસ