મહાકુંભને લઈને PM મોદીએ બ્લોગ લખી વ્યક્ત કરી પોતાની ભાવના

PM Modi: મહાકુંભનું સમાપન થયું…એકતાનો મહાયજ્ઞ પૂરો થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી જે રીતે 140 કરોડ દેશવાસીઓ એક સાથે એક સમયમાં આસ્થા સાથે આ પર્વમાં જોડાયા તે પ્રભાવિત કરનારું હતું. પીએમ મોદીએ કહ્યું છે કે, મહાકુંભની પૂર્ણાહુતિ બાદ મારા મનમાં જે વિચારો આવ્યા હતા તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.
સમગ્ર લેખ (https://nm-4.com/DxWRXy) આ લિંક પર વાંચી શકાશે
એકતાના મહાકુંભને સફળ બનાવવા દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને સંકલ્પથી પ્રભાવિત થઈને હું બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું પૂરી શ્રદ્ધાથી સંકલ્પ સાથે પુષ્પ સમર્પિત કરતા દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે દેશવાસીઓ વચ્ચે એકતાનો આ અવિરત પ્રવાહ આ રીતે વહેતો રહે.
સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો આ મહાકુંભમાં એક થયા. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આ યાદગાર દ્રશ્ય કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસના સાક્ષાત્કારનો મહાપર્વ બની ગયો છે.
જે રીતે શ્રદ્ધાળુઓ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાયા છે તે માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ તેણે આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે ઘણી સદીઓથી મજબૂત પાયો નાખ્યો છે.