December 13, 2024

PM Modi Prayagraj Visit: PM મોદી મહાકુંભની તૈયારીઓને લઈને પહોંચ્યા પ્રયાગરાજ

PM Modi Prayagraj Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. જ્યાં તેઓ રુપિયા 6,670 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે તેઓ પૂજા પણ કરશે અને મહાકુંભ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે.

આ પણ વાંચો: રાજ્યસભામાં જગદીપ ધનખરે વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું હું ખેડૂતનો દીકરો છું, મરી જઈશ પણ ઝૂકીશ નહીં…

સંગમ કાંઠે પૂજા અને દર્શન કરશે
પીએમ સંગમ કાંઠે પૂજા અને દર્શન કરશે. પીએમ આજે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે જેનાથી ભક્તોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બની રહેશે. જોકે PM મોદી કુંભની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.પીએમ કુંભની તૈયારીઓની હાલ સમીક્ષા કરી રહ્યા છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને લખનૌથી વિશેષ બસ સુવિધા કરવામાં આવશે. જેમાં 13 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી લખનૌ ક્ષેત્રમાંથી 400 બસો દોડાવશે.