December 11, 2024

વાપીના મેડિકલ ડિવાઇસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું PM મોદીના હસ્તે ઇ-લોકાર્પણ

હેરાતસિંહ, વલસાડ: ધન્વંતરી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે દેશના વિવિધ રાજ્યોમાં આરોગ્ય સુવિધા વધુ સુદૃઢ બને તેવા શુભ આશય સાથે રૂ. 12850 કરોડના વિવિધ પ્રોજેકટની દિવાળી ભેટ દેશવાસીઓને આપી હતી. જેમાં વાપીના મેડિકલ ડિવાઇસ મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા ખાતે સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઇસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે “મેરિલ સંકલ્પ” અને “કલ્યાઇમેન્ટ ચેન્જ” બુક નું વિમોચન મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવ્યું હતું. તેમજ PMJAY લાભાર્થી ને કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મેરિલ કંપનીના વિવિધ પ્લાન્ટ, લેબોરેટરી અને સ્ટુડિયોની પણ મુલાકાત લીધી હતી.