March 18, 2025

સંસદમાં રજૂ કરાશે ‘વક્ફ’ સંબંધિત સંસદીય રિપોર્ટ, આ તારીખ નક્કી કરવામાં આવી: સૂત્ર

Waqf Bill Budget Session: વકફ સંબંધિત સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર, બજેટ સત્રના છેલ્લા દિવસે 13 ફેબ્રુઆરીએ વક્ફ સંબંધિત સંસદીય રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ સંસદીય સમિતિએ બહુમતીથી રિપોર્ટ સ્વીકારી લીધો હતો. BJPના સભ્યો દ્વારા સૂચવેલા સુધારાઓ આ અહેવાલમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM Modi France Visit: AI અન્ય ટેકનોલોજીઓથી અલગ છે, સાવચેત રહેવાની જરૂર: PM મોદી 

રિપોર્ટ ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો
વક્ફ સુધારા બિલની સમીક્ષા કરતી સંસદની સંયુક્ત સમિતિ (JPC)નો અહેવાલ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે સમિતિનો અહેવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુપરત કર્યો. નોંધનીય છે કે, વકફ સુધારા બિલ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, વિપક્ષના હોબાળા વચ્ચે બિલને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું હતું.

આ અહેવાલ બહુમતી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો
જેપીસીએ વક્ફના 655 પાનાના અહેવાલને 15-11 મતોથી સ્વીકાર્યો હતો. જેમાં ભાજપના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ થાય છે. જોકે, વિપક્ષી સભ્યોએ આ અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી છે. વિપક્ષી પક્ષો વકફ બિલને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હુમલો અને વકફ બોર્ડના કામકાજમાં દખલ ગણાવી રહ્યા છે.

વકફ બિલ લાવવાનો હેતુ શું છે?
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાના ઉદ્દેશ્યથી સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને સંચાલન સાથે સંકળાયેલા મુદ્દાઓ અને પડકારોને સંબોધવા માટે વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવાનો છે.