November 24, 2024

બીજા મેડલની રેસમાં મનુ ભાકર, ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતીય જોડી રહી ત્રીજા સ્થાને

Paris Olympics 2024: ભારતની યુવા શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની રેસમાં જગ્યા બનાવી લીધી છે. મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે.

આવતીકાલે બ્રોન્ઝ મેડલ મેચ
મનુ ભાકર અને સરબજોત સિંહે સોમવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો. તેણે સચોટ લક્ષ્યાંક રાખીને બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. જેમાં ક્વોલિફાઈંગ ઈવેન્ટના પહેલા સેટમાં મનુ અને સરબજોતે 193 પોઈન્ટ બનાવ્યા, જ્યારે બીજા સેટમાં મનુ અને સરબજોતે 195 પોઈન્ટ અને ત્રીજા સેટમાં 192 પોઈન્ટ બનાવ્યા હતા. બંને કુલ 580 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હવે મંગળવારે તેમની બ્રોન્ઝ મેડલ મેચ રમાશે. આ મેચ પર પણ દુનિયાની નજર રહેશે.

રિધમ-અર્જુન ક્વોલિફાય કરી શક્યા નથી
મનુ ભાકર-સરબજોત સિંહની જોડી સિવાય, રિધમ સાંગવાન અને અર્જુન સિંહની જોડી હતી. તેમણે પણ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યા ન હતા. રિધમ અને અર્જુને ક્વોલિફાઈંગ ઈવેન્ટના પ્રથમ સેટમાં 194 પોઈન્ટ મેળવ્યા બીજા સેટમાં 192 પોઈન્ટ અને ત્રીજા સેટમાં 190 પોઈન્ટ મેળવ્યા હતા. રિધમ અને અર્જુને કુલ 576 માર્ક્સ મેળવ્યા અને 10મા સ્થાને રહ્યા હતા.

આ પણ વાંચો: Paris Olympics 2024: 20 વર્ષની Ramita Jindalનું સપનું તૂટી ગયું

રમિતા જિંદાલનું સપનું તૂટી ગયું
પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે (29 જુલાઈ) ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે. રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લીધો હતો. પરંતુ  રમિતા જિંદાલનું સપનું તૂટી ગયું હતું. જ્યાં તે સાતમા સ્થાને હતી. રમિતાએ કુલ 145.3 માર્ક્સ મેળવ્યા છે.