નવદીપનો ફેવરિટ ક્રિકેટર કોણ છે?
Gold Medal Winner Navdeep: પેરિસ પેરાલિમ્પિક્સ ભારતનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાને પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 મેડલ મળ્યા છે. ભારતે વર્ષ 2019માં 7 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાંથી નવદીપે જેવલિન થ્રો F41 ઈવેન્ટમાં એક ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નવદીપ ખૂબ જ આક્રમક જોવા મળી રહ્યો હતો. તેને જોઈને ફેન્સને વિરાટ કોહલીની યાદ આવી ગઈ હતી. આ સમયે ફેન્સ વિચારવા લાગ્યા કે નવદીપ કદાચ વિરાટ કોહલીનો ફેન છે. પરંતુ તેવું નથી. વિરાટ કે ધોનીનો ફેન નવદીપ નથી. એક મીડિયા સાથેની વાતમાં નવદીપે ખુલાસો કર્યો હતો કે તેના ફેવરિટ ક્રિકેટર કોણ છે.
નવદીપનો ફેવરિટ ક્રિકેટર
એક મીડિયા સાથેની વાતમાં નવદીપે જણાવ્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર રોહિત શર્મા છે. રોહિત જે રીતે રમે છે અને તેણે જે બેવડી સદી ફટકારી છે, ત્યારથી તે તેનો ફેન છે. તેણે વધુમાં કહ્યું કે હું કોચ પાસે ગયો. મેં કહ્યું કોચ સાહેબ, મેં થ્રો નથી જોયો, કેટલા મીટર ગયા? તેણે કહ્યું 46 મીટર. પછી મેં કોચને કહ્યું કે મને કહો. સત્ય કહો છો ને મજાક તો નથી કરી રહ્યા ને. આ ઈવેન્ટમાં નવદીપે 47.32 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…
અયોગ્ય ઠેરવવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં નવદીપે 47.32 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો અને એ પછી ઈરાનના સાદેગે 47.64 મીટરનું અંતર કાપીને ગોલ્ડ જીત્યો હતો. પરંતુ થોડા જ સમયમાં ઈરાનના સાદેગેને અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે નવદીપ બીજા સ્થાન પરથી પહેલા સ્થાન પર આવી ગયો હતો.