December 9, 2024

કયા ગાયબ થઈ ગઈ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી, પોલીસને પણ ન મળ્યા પુરાવા

Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી ક્યાં ગુમ થઈ ગઈ છે તેને શોધવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. હકીકતમાં, તે 19 કરોડ પાઉન્ડના કથિત ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટમાં હાજર થયા નથી. જેના પછી બુશરા બીબીની શોધ કરવામાં આવી રહી છે. બુશરા સતત આઠ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહી ન હતી. આ પછી કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માટેની તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારથી બુશરાની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટના આદેશ બાદ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)એ રાવલપિંડીથી પોતાની ટીમને બુશરા બીબીની ધરપકડ કરવા કહ્યું. બુશરા બીબી હાલમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં રહે છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ખૈબર પખ્તુનખ્વામાં સત્તા પર છે.

ટીમ બુશરાની ધરપકડ કરવા ગઈ હતી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે NABની ટીમ બુશરા બીબીની ધરપકડ કરવા માટે 23 નવેમ્બરના રોજ પેશાવર ગઈ હતી. જ્યારે અધિકારીઓએ બુશરા બીબીના ઘરે ધરપકડ વોરંટ બતાવ્યું તો જાણવા મળ્યું કે તે ઘરે હાજર નથી.

ઈમરાન ખાન અને બુશરા બીબી બંને પર 50 બિલિયન પાકિસ્તાની રૂપિયા (190 મિલિયન પાઉન્ડ)નો ગેરઉપયોગ કરવાનો આરોપ છે, જે બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા પ્રોપર્ટી બિઝનેસમેન સાથેના સોદા હેઠળ પાકિસ્તાનને પરત કરવામાં આવ્યા હતા. આ નાણાં પાકિસ્તાનની રાષ્ટ્રીય તિજોરી માટે હતા. પરંતુ તેનો ઉપયોગ બુશરા અને ખાનને યુનિવર્સિટી બનાવવામાં મદદ કરવા માટે વ્યક્તિગત લાભ માટે કરવામાં આવ્યો હતો. અલ-કાદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે બીબી પર આ કરારથી ફાયદો થવાનો આરોપ છે. બુશરા પર ઝેલમમાં અલ-કાદિર યુનિવર્સિટી માટે 458 કનાલ જમીન અધિગ્રહણ કરવાનો પણ આરોપ છે.