ભરૂચના જંબુસર નજીક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે

Bharuch: ભરૂચના જંબુસર નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા ખળભળાટ મચી જવા પામી છે. એક કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ અન્ય કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસર નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ અન્ય કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. નોંધનીય છે કે, ટાઇમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ કંપની પ્લાસ્ટિકના બેરલ બનાવે છે.
આ પણ વાંચો: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ