December 9, 2024

મેચ ફિક્સિંગ સંબંધિત કેસમાં 3 ક્રિકેટરોની ધરપકડ

Lonwabo Tsotsobe: દક્ષિણ આફ્રિકા ક્રિકેટમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. ત્રણ આફ્રિકન ખેલાડીઓ લોનવાબો ત્સોત્સોબે ​​અને થામી સોલેકિલે અને એથી મ્બલાથીની ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. લાંચ લેવા સહિતના ગુનાઓ સામેલ છે.

આ પણ વાંચો: કેપ્ટને મેદાનમાં જ ગુમાવ્યો જીવ, કેમેરામાં કેદ થયું મોત

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પ્રતિબંધ મૂક્યો
એક અહેવાલ પ્રમાણે લોનવાબો ત્સોત્સોબે, થામી ત્સોલેકિલે અને એથી મ્ભાલાટી એ સાત ક્રિકેટરોમાં સામેલ હતા, જેને વર્ષ ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા 2016 અને 2017માં મેચ ફિક્સિંગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ડીપીસીઆઈના રાષ્ટ્રીય વડા લેફ્ટનન્ટ જનરલ ગોડફ્રે લેબેયાએ પોતાના નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે ભ્રષ્ટાચાર રમતની અખંડિતતાને નબળી પાડે છે.