October 7, 2024

જેલમાં બંધ સાંસદ અમૃતપાલ સિંહે લોકસભા અધ્યક્ષને લખ્યો પત્ર

Amritpal Singh Wrote To Speaker: પંજાબના ખદુર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ચોમાસુ સત્રમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. 5 જુલાઈના રોજ અમૃતપાલ સિંહે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા 542માંથી 539 સાંસદોએ સંસદના સભ્યપદના શપથ લીધા.

આ પણ વાંચો: રશિયન સૈનિકો બિહારમાં બનેલા સેફ્ટી શૂઝ પહેરીને કરી રહ્યાં છે ઓપરેશન

અમૃતપાલ સિંહ જેલમાં હોવાના કારણે સત્ર દરમિયાન શપથ લઈ શક્યા ન હતા. નવા સાંસદે 60 દિવસની અંદર શપથ લેવાના હોય છે, નહીં તો તે પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે. લોકસભા ચૂંટણી 2024માં અમૃતપાલ સિંહે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ સિંહ ઝીરાને 1 લાખ 97 હજાર 120 મતોથી હરાવીને ખડુર સાહિબ બેઠક જીતી હતી. અમૃતપાલ સિંહને 4 લાખ 4 હજાર 430 વોટ મળ્યા, જ્યારે કુલદીપ ઝીરાને 2 લાખ 7 હજાર 310 વોટ મળ્યા. તે જ સમયે, આમ આદમી પાર્ટીના લાલજીત સિંહ ભુલ્લર 1,94,836 મતો સાથે આ બેઠક પર ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો: જમીન પચાવી પાડવાના આરોપમાં બિહારના પૂર્વ મંત્રી છેદી રામ સહિત 5ની ધરપકડ

પંજાબની ખડુર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની જેલમાં બંધ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં NSA હેઠળ નવા ચૂંટાયેલા સાંસદ અમૃતપાલ સિંહ અને અન્ય 9 લોકોની કસ્ટડી 19 જૂને એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ તમામ ગત માર્ચ મહિનાથી જેલમાં છે. ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ અને તેના ત્રણ સહયોગીઓની કસ્ટડી 24 જુલાઈએ પૂરી થવાની હતી. જ્યારે અન્ય છ સહયોગીઓની કસ્ટડી 18મી જૂને પૂરી થવાની હતી.