“હું મરવા જાવ છું”, લાઠી રોડ ઉપર ડેરી ચલાવતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કર્યો આપઘાત

અમરેલી: લાઠી રોડ ઉપર ડેરી ચલાવતા વ્યાજખોરના ત્રાસી આપઘાત કરી લીધો છે. 70 વર્ષીય સુનિલ સંચાણીયા ઝેરી ટીકડા પી લેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વેપારીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃતક વેપારી લાઠી રોડ ઉપર વૃદાવન પાર્કમાં ઓમકાર ડેરીનો ધંધો કરતા હતા.

મૃતક પાસેથી સુસાઈટ નોટ મળી આવતા વ્યાજખોરનો પર્દાફાશ થયો હતો. રૂપિયા 35,000 5% લેખે ઉંચા વ્યાજે ચૂકવી ન શકતા ઝેરી ટીકડા પી આપઘાત કર્યો હતો. વ્યાજખોર જયેશ પડીયાએ બળજબરીપૂર્વક ઉઘરાણી કરી મરી જવા મજબૂર કરતા આપઘાત કર્યોના આક્ષેપ લગાવ્યા હતા. વેપારી આપઘાત મામલે નાણાધીર ધાર કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

સુસાઈટ નોટના શબ્દો
“હું મરવા જાવ છું” જયેશભાઇ પડીયા 35 હજાર વ્યાજે 5 ટકા લેખે જે ઉઘરાણ કરી મારી દુકાનમાંથી માલ ઉપાડી જવા માંગે છે, તો મારી આબરૂનો સવાલ છે એટલા માટે મરૂ છું.