December 11, 2024

કેપ્ટને મેદાનમાં જ ગુમાવ્યો જીવ, કેમેરામાં કેદ થયું મોત

Imran Sikandar Patel: ક્રિકેટ મેચ દરમિયાન કેપ્ટનના મોતથી ક્રિકેટ જગતમાં શોક જોવા મળી રહ્યો છે. કારણ કે કેપ્ટનના મોતની ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, સવારે 6 વાગ્યાથી કાર્યવાહી ચાલુ

ક્રિકેટ જગત આઘાતમાં
મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત 28 નવેમ્બરે બન્યો હતો. મેચ રમતા સમયે ઇમરાન પટેલનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. ઈમરાન ટીમનો કેપ્ટન હતો આ સમયે તે બેટિંગ કરવા આવ્યો હતો. પીચ પર થોડો સમય વિતાવ્યા પછી તેને હૃદયમાં દુખાવો થવા લાગ્યો હતો. આ વિશે તેણે અમ્પાયરોને જાણ કરી હતી. આ પછી અમ્પાયરોએ તેને મેદાન છોડવા માટેનું કીધું હતું. જેવો તે બહાર જઈ રહ્યો હતો તે સમયે તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો હતો. આ બનાવનો વીડયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈમરાન પટેલ ક્રિકેટ રમવા ઉપરાંત રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ કરતો હતો.