December 29, 2024

શિયાળામાં વેક્સ કરાવવા પર થાય છે દુખાવો તો રાખો આ વાતોનું ઘ્યાન

શિયાળાની ઋતુમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, તેથી શિયાળામાં ત્વચાને વધુ કાળજીની જરૂર પડે છે. ખાસ કરીને જો તમે શિયાળામાં વેક્સિંગ કરાવો છો, તો તમારે વધુ ત્વચાની સંભાળની જરૂર પડી શકે છે. જો તમે આ સમય દરમિયાન વિચાર્યા વગર વેક્સ લગાવશો તો તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે, આવી સ્થિતિમાં તમારે વેક્સ કરાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ત્વચા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો

શિયાળામાં વેક્સિંગ કરાવતા પહેલા સ્કિન પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે આ સિઝનમાં સ્કિન ખૂબ જ ડ્રાય હોય છે.વેક્સિંગ કરાવ્યા પછી પણ સ્કિનની મોઈશ્ચર થોડી ઓછી થઈ જાય છે. એવામાં જો તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરો તો, પછી તમારી ત્વચા ખરાબ થઈ શકે છે. તેથી, ત્વચાને હાઇડ્રેટેડ રાખો.

તડકામાં ન જાવ

શિયાળા દરમિયાન, દરેક વ્યક્તિ ઘણીવાર તડકામાં બેસે છે, પરંતુ જો તમે વેક્સિંગ કરાવ્યું હોય, તો પછી થોડા દિવસો માટે તડકામાં બહાર ન જવું જોઈએ. જો તમે વેક્સિંગ પછી સીધા સૂર્યપ્રકાશમાં જાઓ છો, તો તમારી ત્વચાના ઉપરના સ્તરને નુકસાન થઈ શકે છે.

ત્વચાની સંવેદનશીલતાનું ધ્યાન રાખો

જ્યારે પણ તમે શિયાળામાં વેક્સિંગ કરાવો ત્યારે તમારી ત્વચાની કાળજી લો. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો તમારા હાથ અને પગને થોડીવાર ગરમ પાણીમાં ડુબાડી રાખવાનો પ્રયાસ કરો. ખૂબ જ સેન્સિટિવ સ્કિનને કારણે વેક્સિંગ કરવાથી ઘણો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં તમારા હાથ અને પગને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખો, તેનાથી દુખાવો ઓછો થશે.

વારંવાર વેક્સ ન કરાવો

શિયાળામાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને ત્વચા પર ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં, શિયાળામાં વારંવાર વેક્સ ન કરાવવું જોઈએ. આ સિવાય જ્યાં જરૂરી હોય ત્યાં જ વેક્સ લગાવો જેથી તમારી ત્વચાને નુકસાન ન થાય.