December 14, 2024

વાળમાં તેલ લગાવવાનો યોગ્ય સમય શું છે? જાણો

Hair Oiling: શિયાળામાં વાળની કેર રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે મોટા ભાગના લોકોને એ ખબર હોતી નથી કે રાતના સમયે તેલ લગાવવું યોગ્ય છે કે નહીં. તેલ લગાવાનો સમય શું હોવો જોઈએ અને કેટલી કલાક માથામાં તેલ રાખવું જોઈએ આવો જાણીએ.

આ પણ વાંચો: સરસવનું તેલ કરશે વાળને કાળા, આ પાંદડા કરો મિક્સ થશે ડબલ ફાયદો

રાત્રે સૂતા પહેલા તેલ લગાવવું જોઈએ કે નહીં?
તેલ વાળને કંડીશન કરવામાં મદદ કરે છે. તેલ વાળને ચમક આપે છે. જો તમને રાતના સમયે તેલ લગાવવાની આદત છે તો તેને છોડી દો. તમારે તમારી આ આદતને બદલી નાંખવાની રહેશે. કારણ કે રાતના સમયે તેલ નાંખવાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. આખી રાત વાળમાં તેલ રહે છે જેના કારણે ખોડો થવાની સમસ્યા થઈ જાય છે. તેલને વાળમાં શોષવા માટે 6-7 કલાકની જરૂર નથી, જો તમે એક કે બે કલાક પણ વાળમાં તેલ રાખશો તો પણ વાળને તેલ મળી રહેશે.