December 11, 2024

માત્ર 200 રૂપિયાની લાલચમાં દેશની સુરક્ષા લગાવી દાવ ઉપર, ગુજરાત ATSએ દબોચ્યો ગદ્દાર દીપેશ

મિહિર સોની, અમદાવાદ: ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાન એજન્ટની ધરપકડ કરી છે. ફક્ત રૂપિયા 200ની લાલચમાં દેશની સુરક્ષાની માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલનાર જાસૂસની ધરપકડ કરાઈ છે. કોણ છે આ પાકિસ્તાની જાસૂસ? આવો જાણીએ સમગ્ર માહિતી.

કોસ્ટગાર્ડની બોટના રીપેરીંગ કામ કરતો
ગુજરાત ATSની ગીરફતમાં રહેલ દીપેશ ગોહિલ જાસૂસી કેસમાં ધરપકડ કરી છે. પાકિસ્તાની જાસૂસ દીપેશએ રાષ્ટ્રીય સુરક્ષાને કોસ્ટ ગાર્ડને લગતી માહિતી પાકિસ્તાની એજન્ટોને મોકલતો હતો. આરોપી દીપેશ છેલ્લા ત્રણ વર્ષથી ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડની બોટના રીપેરીંગ કામ કરતો હતો. સાત મહિના પહેલા ફેસબુક પર સાયમા નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ દીપેશને આવી હતી. જે ફેસબુક થી બન્ને સંપર્કમાં આવ્યા હતા. મહિલા પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવીને સાહિમા એ દીપેશ સાથે વોટ્સએપ માધ્યમથી સંપર્ક શરૂ કર્યો. દીપેશને ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડ ની જે કોઈ શીપ ઊભી હોય તેના નામ તથા નંબર સાથેની માહિતી તેને આપે તો દરરોજ ના 200 રૂપિયા લેખે દર મહિને પૈસા તેના બેન્ક ખાતામાં જમા કરાવતા હતા..આ જાસૂસ ની માહિતી ગુજરાત ATS ને મળતા તેને ઓખા થી રંગેહાથ ધરપકડ કરી છે.

આ પણ વાંચો: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે આપી માહિતી, GSTના અધિકારીઓ તપાસમાં જોડાશે

200 રૂપિયા ઓનલાઇન મોકલતા
પકડાયેલ જાસુસ દીપેશની પૂછપરછમાં સામે આવ્યું કે તે પૈસા ની લાલચમાં દરરોજ ઓખા જેટી પર હાજર બોટની તમામ માહિતી મોકલતો હતો. ત્યારે આરોપી દીપેશ પૈસા મેળવવા પોતાના મિત્રના યુપીઆઈ લિંક નંબર માહિતી મોકલી તે પૈસા પાકિસ્તાની જાસુસ બેંક ખાતામાં મોકલતા હતા. બેંક ખાતામાં છેલ્લા સાત – આઠ મહિના દરમિયાન 42 હજાર જેટલા પૈસા જમાં થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલે દરરોજ ની માહિતી મુજબ 200 રૂપિયા ઓનલાઇન મોકલતા હતા. ત્યારે આરોપી ના વોટ્સએપ નંબર પર દરરોજની માહિતીના અનેક પુરાવા પણ મળી આવ્યા છે. જેના આધારે તપાસ કરતા સામે આવ્યું કે સાઇમાં નામની મહિલા કોઈ નથી જે પાકિસ્તાની જાસૂસ છે. જે તમામ વિગતો દીપેશ પાસેથી મેળવી રહ્યા હતા. રૂપિયાની લાલચમાં દેશની ગુપ્ત માહિતીઓ દુશ્મન દેશ પાકિસ્તાન સુધી પહોંચાડનારા એક મહિનામાં બે જાસૂસ પકડાયા છે.