March 18, 2025

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-નરેન્દ્ર મોદીની અનોખી મિત્રતા

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા તેમને ફાળવવામાં આવેલો સમય અને આપવામાં આવેલું આદર ઉડીને આંખે વળગે છે.

પહેલા દિવસે રાષ્ટ્રપતિ મેક્રોને વડાપ્રધાન મોદી માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું અને ત્યારે તેમની સાથે સમય વિતાવ્યો હતો. બીજા દિવસે પણ AI એક્શન સમિટમાં બંને દેશો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો ચાલુ રહ્યા હતા. જ્યાં ભારત અને ફ્રાન્સે સંયુક્ત રીતે સમિટનું આયોજન કર્યું હતું. તેમજ તેમના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરતા તેમણે ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમનું આયોજન કર્યું હતું, જે આર્થિક સહયોગ માટેના તેમના સહિયારા દ્રષ્ટિકોણને દર્શાવે છે.

આ ઉપરાંત મિત્રતાના વધુ એક સંકેત સમાન તેઓ સંયુક્ત કાફલામાં એક જ વિમાનમાં સવારી કરીને માર્સેલી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મેક્રોને માર્સેલીમાં વડાપ્રધાન મોદી માટે તેમના ઉતરાણ પર એક કાર્યકારી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: સુરતના અઠવામાં પોલીસ પર હુમલો, DCP બોલ્યા – આવું ચલાવી નહીં લેવાય, કડક કાર્યવાહી થશે

રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદી સાથે માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે, ત્યારે તેમાં વધુ એક યશકલગી ઉમેરાશે. તેઓ સાથે મળીને ITER પ્રોજેક્ટ અને માર્સેલી બંદરની મુલાકાત પણ લેશે. જે આ અનોખી ભાગીદારીની ઊંડાઈને રેખાંકિત કરશે.

મેક્રોન જેવા નેતા દ્વારા કોઈ પણ વિશ્વ નેતાને આટલી નિકટતા અને સમય આપવામાં આવે તે દુર્લભ અને ભાગ્યે જ કોઈ ઉદાહરણ છે.