December 11, 2024

ઉના ડિસ્કો તેલકાંડ મામલે 20 પેઢીઓને કરાયો દંડ

Disco oil: ઉના ડિસ્કો તેલકાંડ મામલે 20 પેઢીઓને દંડ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા 20 પેઢીઓ ને 46.20 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાં ઉના, વેરાવળ, ગોંડલ, રાજકોટ, માંગરોળ, કડી, શાપરની પેઢીઓ ઝપટે ચડી છે.

આ પણ વાંચો: ભારતમાં પહેલી વખત સુરતની 31 સ્કૂલને વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી

પેઢીઓ ચડી ઝપટે
ઉના ડિસ્કો તેલકાંડ મામલે 20 પેઢીઓને 46.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્યતેલના મેન્યુફેકચરલ/હોલસેલર/રીટેલર સામે કાર્યવાહી કરાઈ છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડ એકટ-2006 અન્વયે દંડની કાર્યવાહી કરાઈ છે. ગત 10 ઓક્ટોબરે ઉનાની ભવાની એન્ટરપ્રાઇઝ પર જિલ્લા કલેકટરે દરોડો પાડ્યો હતો. આ મામલે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે તંત્ર પર તોડના આક્ષેપ કર્યા છે.