December 11, 2024

દ્વારકામાં બેવડી ઋતુને લઈને રોગચાળો વકર્યો, હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ

દ્વારકાઃ જિલ્લામાં બેવડી ઋતુને લઈ રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકર્યો છે. હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં દરરોજ 350થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે.

ચોમાસાની ઋતુ બાદ શિયાળાની શરૂઆત થતા સવારે-રાત્રે ઠંડી અને દિવસે ગરમી પડે છે. આમ બેવડી ઋતુને કારણે દ્વારકા જિલ્લામાં રોગાચાળો ખૂબ જ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શન થતા રોગચાળાએ માઝા મૂકી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાવ-શરદી, ઉધરસ, ડાયેરિયાના દર્દીઓમાં થયો ખૂબ જ વધારો થયો છે. ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રોજના 350થી વધુ OPD કેસો નોંધાય રહ્યા છે. ત્યારે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

હાલ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા માટે આપવામાં આવી રહ્યું છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવા તેમજ જે જગ્યા પર પાણી ભરાતા હોય મચ્છરનો ઉપદ્રવ વધતો હોય ત્યાં સ્વચ્છતા રાખવા અને જરૂર પડે તો તાત્કાલિક સરકારની હોસ્પિટલમાં જઈ રોગની તપાસણી કરાવવા અપીલ કરવામાં આવી હતી.