‘કોંગ્રેસના કાળા સાપે તેમનુ ઇમાન વેચી દીધું’: CM સુખુ
સોલન: હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય વિકાસની વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે સોલન જિલ્લાના લોકોને 88 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. ધરમપુરમાં એક જાહેર સભાને સંબોધિતમાં CM સુખુએ હિમાચલ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોની નિંદા કરી અને તેમને કાળા સાપ પણ કહ્યા હતા. જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ ભાવુક નજરે પડ્યા હતા.
#WATCH | At a public rally in Himachal Pradesh's Solan, State Chief Minister Sukhvinder Singh Sukhu says, "I am here for the people of the state. My work will be devoted to you and your welfare, I would never be the victim of their conspiracy…On February 28, when the budget was… pic.twitter.com/iJqgi6nbpm
— ANI (@ANI) March 1, 2024
જનસભાને સંબોધતા મુખ્યમંત્રી સુખુએ કહ્યું કે કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું તેમનાથી ડરતો નથી. વધુમાં સુખુએ કહ્યું કે પોતાની ઈજ્જત વેચનાર ધારાસભ્ય તેમના વિધાનસભા વિસ્તારની જનતાનું શું ભલું કરશે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના કાળા સાપ છે તેઓએ તેમની પ્રામાણિકતા વેચી દીધી છે. નોંધનીય છે કે 28મી (ફેબ્રુઆરી)ના રોજ બજેટ પસાર થવાનું હતું અને 27મીએ તેઓ સ્પીકર પાસે ગયા હતા અને તેમને ધમકી આપવામાં આવી હતી.
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દગો કરનારા છ કાળા સાપ રસ્તેથી નથી આવ્યા. તેમને CRPF અને હરિયાણા પોલીસ મળી, તેમને હેલિકોપ્ટર મળ્યા. તેઓ હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા અને બજેટની અંદર બેઠા ન હતા, પરંતુ કોંગ્રેસની તરફેણમાં બેઠા ન હતા. એ બજેટમાં ગરીબો માટે યોજનાઓ હતી. હું રાજકીય ષડયંત્રનો શિકાર બનવા માંગતો નથી.
પક્ષ સાથે દગો કર્યો : સુખુ
હિમાચલના મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકોએ કોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો છે જેની વિચારધારા અને હાથના ચિહ્ન પર તેઓ ચૂંટાયા છે. જો તમારામાં એટલી હિંમત હોત તો તમારે સ્વતંત્ર ચૂંટણી લડવી જોઈતી હતી. તેણે પાર્ટી અને ચિહ્ન સાથે દગો કર્યો છે. જે વ્યક્તિ પોતાની પ્રામાણિકતા વેંચી શકે, બિકાઉ થઇ જાય, સત્તા અને પૈસાની લાલચમાં પોતાનો ઇમાન વેચી શકે તે લોકોની શું સેવા કરશે. આ લોકો ગરીબ લોકોનું શોષણ કરે છે અને પૈસાના જોરે રાજકારણમાં આવે છે, ધારાસભ્ય બને છે અને ફરીથી તેમનું શોષણ કરે છે.