છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના રહેઠાણ પર CBIના દરોડા

Bhupesh Baghel: બુધવારે સીબીઆઈની એક ટીમ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસસ્થાને તપાસ માટે પહોંચી હતી. સીબીઆઈ ટીમોએ રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસસ્થાન તેમજ એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નજીકના સહાયકના રહેઠાણ પરિસરમાં દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સીબીઆઈ ટીમોએ રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસસ્થાન તેમજ એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નજીકના સહાયકના રહેણાંક પરિસરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમ ઘરની અંદર તપાસ કરી રહી છે અને ઘરની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
કયા કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે અંગે એજન્સીએ કંઈ કહ્યું નથી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો: 232 રન બનાવ્યાં તો ય કેમ હારી ગઈ ગુજરાત ટાઇટન્સ, જાણો શુભમન ગિલે ગણાવ્યા કારણો