October 5, 2024

થરામાં યુવકનું અપહરણ કરી 5 લાખની લૂંટ, સોનાનું બિસ્કિટ ટેક્સ ફ્રી આપવાનું કહીને બોલાવ્યો

બનાસકાંઠાઃ થરાના યુવકનું અપહરણ કરી 5 લાખની લૂંટ કરતા ફરિયાદ નોંધાઈ છે. ભાવેશ દેસાઈને તેના મિત્ર કિરણ ઠાકોરે બોલાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, અપહરણકર્તાઓએ 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ ટેક્ષ વગર આપવાનું કહીને બોલાવ્યો. આ સાથે જ તેને 5 લાખ રૂપિયા લાવવા માટે પણ જણાવ્યું હતું. ત્યારે રૂપિયા લઈને જતી વખતે મિત્રોએ તેનું અપહરણ કર્યું હતું.

કિરણ અને તેના 4 મિત્રોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ભાવેશને ઈસરવા નજીક પૈસા લઈને ગાડીમાંથી ઉતાર્યો હતો. ગાડીમાંથી ઉતારી 5 લાખ રૂપિયા લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ભાવેશ દેસાઈએ થરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.