February 27, 2025

આસામના મોરીગાંવમાં ભૂકંપ, 5.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

Earthquake: આજે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું
છેલ્લા એક મહિનામાં 20 થી વધુ વખત ભૂકંપના આંચકાઓથી ધરતી ફરી એક વખત હચમચી ગઈ છે. દરરોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આસામમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવમાં 16 કિલોમીટરની ઊંડાઈએ હતું. શું તમે જાણો છો કે આસામ એ રાજ્ય છે જે સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. ભૂકંપના આવા આંચકા અવારનવાર ત્યાં અનુભવાય છે.

આ પણ વાંચો: ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં મોડી રાત્રે સાધુ સંતોની નીકળી રવેડી, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

બંગાળની ખાડીમાં પણ ભૂકંપ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા જ બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. આ પહેલા મેરઠ, દિલ્હી એનસીઆર અને ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.