February 12, 2025

અમદાવાદમાં વધુ એક લૂટ કેસ, મરચાંની ભૂકી નાખી આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂટયા

મિહિર સોની, અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં આજે વધુ એક લૂટની ઘટના સામે આવી જેમાં કેટલાંક શખ્સોએ ન માત્ર લૂટ ચલાવી પરંતુ ધોળા દિવસે આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂટ ચલાવવામાં આવી છે. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કેટલાંક લુખ્ખા તત્વોએ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂકી નાખી લૂટ ચલાવીને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાને લઈને શહેર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, R કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂટની ઘટના બની છે. આંગડિયા પેઢીના બે કર્મચારીઓ જમાલપુરથી C.G રોડ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાંક શખ્સોએ આવીને મરચાંની ભૂકી નાખીને બંને કર્મચારીઓને ઘાયલ કરે છે અને 65 લાખની લૂટ ચલાવીને ફરાર થઈ જાય છે.