Allu Arjun: અલ્લુ અર્જુનને વચગાળાના મળ્યા જામીન
Allu Arjun: તેલંગાણા હાઈકોર્ટે હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વકીલે તેલંગાણા હાઈકોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે અપીલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: અલ્લુની ધરપકડ પર વરૂણ ઊતર્યો સમર્થનમાં, કહ્યું તમે લોકોને આટલું જ કહી શકો
થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી
‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ધરપકડ કર્યા પછી અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વકીલે તેલંગાણા હાઈકોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે અપીલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ થઈ હતી તે સમયે એક મહિલાનું મોત થયું હતું. મોતની સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.