November 6, 2024

દિવાળીમાં મેટ્રો ટ્રેનના સમયગાળામાં ફેરફાર, સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે

અમદાવાદઃ દિવાળીને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના સમયગાળા દરમિયાન મેટ્રો ટ્રેન સાંજે 7:00 વાગ્યા સુધી જ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તારીખ 31મી ઓક્ટોબરના દિવસે દિવાળીનો તહેવાર છે. આ દિવસે જાહેરમાં ફટાકડાં ફોડવામાં આવે છે અને તેની સંભવિત અસરોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી મેટ્રો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો સવારે 6.20થી સાંજના સાત વાગ્યા સુધી દોડશે. આ નિર્ણય માત્ર એક જ દિવસ પૂરતો લાગુ રહેશે.

ટર્મિનલ સ્ટેશન APMC, મોટેરા, વસ્ત્રાલ ગામ અને થલતેજથી છેલ્લી મેટ્રો સાંજે 7:00 વાગે ઉપડશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવામાં ફેરફાર નહીં કરવામાં આવ્યો. તે રાબેતા મુજબ ચાલશે. મહત્વનું છે કે, મેટ્રો ટ્રેન દરરોજ સવારે 6.20 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કાર્યરત રહે છે.