November 24, 2024

કોણ છે પ્રીતિ પાલ જેણે 2 મેડલ જીતીને પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ

Who Is Preeti Pal: ભારતીય પેરા એથ્લેટનું પેરિસ પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ ખેલાડીઓમાં પ્રીતિ પાલ પણ છે. જેને મેગા ઈવેન્ટમાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. પ્રતિનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. 30.01 સેકન્ડમાં રેસ પૂરી કરીને પ્રથમ મેડલ અને મહિલાઓની T35 કેટેગરીની 100 મીટર સ્પર્ધામાં 14.21 સેકન્ડમાં બીજો મેડલ પ્રાપ્ત કર્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે પ્રીતિ પાલ કોણ છે? પ્રીતિ પાલનાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. આવો જાણીએ પ્રીતિ પાલ વિશે.

પ્રીતિ પાલ કોણ છે?
પ્રીતિ પાલનાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું જોવા મળી રહ્યું છે. પ્રીતિએ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે મુઝફ્ફરનગર જિલ્લાની છે. અત્યારે તેના કાકા -કાકી અને દાદા-દાદી મેરઠ જિલ્લાના કાસેરુ બક્સર ગામમાં રહે છે. પ્રીતિની ઉંમર જ્યારે 6 દિવસની હતી તે સમયે તેના બંને પગ પ્લાસ્ટર થઈ ગયા હતા. પ્રીતિના પગમાં તકલીફ હતી. પ્રીતિની ઉંમર જ્યારે 8 વર્ષ થઈ ત્યાં સુધી સામાન્ય બાળક કરતા વધારે સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: કોરોના સમયગાળા દરમિયાન આ રીતે હરવિંદરે કરી હતી મહેનત, વીડિયો વાયરલ

પ્રીતિના દાદાએ કહી આ વાત
પ્રીતિ પાલના દાદા ઋષિપાલ સિંહ હાલમાં મેરઠમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. એક મીડિયા સાથેની વાતમાં પ્રીતિના દાદાએ કહ્યું કે પ્રીતિને ઘણી ગંભીર સમસ્યાઓ છે. પ્રતિના દાદીએ કહ્યું કે ગ્રહણ થતું ત્યારે તેની પૌત્રીને તેના પ્રકોપથી બચાવવા માટે તે ક્યારેક તેનું અડધું શરીર માટીમાં દાટી દેતા અને કયારેક કોઈ બીજૂ કરવાનું કહે તે પણ કરતા હતા.