ગુજરાતમાં વીજળી બનશે વધુ ઊર્જાવાન
Prime 9 With Jigar: ગુજરાત સરકારની વીજ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકોએ હમણાં એક બહું મોટો નિર્ણય લીધો છે. જેટકો આગામી 10 વર્ષમાં 96 હજાર કરોડ રૂપિયા ખર્ચીને ગુજરાતમાં વધારાનું ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની છે.
શું છે આયોજન ?
- ગુજરાતમાં ગામેગામ વીજળી પહોંચાડવાનું લક્ષ્ય.
- નવી વીજ લાઈનો સહિતનું માળખું ઊભું થશે.
- ગુજરાતમાં વીજળીની માગમાં સતત વધારો.
- ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવો જરૂરી.
- જેટકો વીજ વિતરણ કરતી કંપનીઓને પાવર પ્લાન્ટસમાંથી પહોંચાડે છે વીજળી.
- વીજ ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો.
- જેટકોને નવી ટ્રાન્સમિશન લાઈનો નાંખવાની જરૂર.
- નવા સબ સ્ટેશનો ઊભા કરવાની જરૂર.
ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે એ દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. જેના કારણે માત્ર ઘરમાં વીજળી વાપરનારાંને જ નહીં પણ ઉદ્યોગો, ધંધા અને ખેતીમાં વીજળી વાપરનારાંને પણ બહું મોટો ફાયદો થશે.
વિસ્તરણની જરૂર કેમ પડી ?
- ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા વધારવાની કોશિશ.
- વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના સંખ્યાબંધ પ્રોજેકટનો અમલ.
- મોટાભાગના પ્રોજેકટ કચ્છ, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં.
- વીજળીનો સૌથી વધારે વપરાશ શહેરોમાં.
પવનચક્કી અને સોલાર પેનલ થકી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યુ છે એ વિસ્તારોમાં વીજળીનો વપરાશ ઓછો છે. તેથી અત્યારે પેદા થયેલી વીજળીનો વેડફાટ થાય છે. આ વીજળીનો ઉપયોગ વીજળીનો વપરાશ વધારે થાય છે તેવા વિસ્તારોમાં થાય એ માટે વીજળી પહોંચાડવા માટે નવી વીજ લાઈનો નાંખવા સહિતનું માળખુ ઊભું કરવું જરૂરી છે.
ગુજરાતમાં વીજળી બનશે વધુ ઊર્જાવાન
તમારી ઊર્જા વધી જાય એવા એક સમાચાર છે. વાત આપણા ગુજરાતની જ છે. સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગો સુધી તમામને એક લાભ મળવા જઈ રહ્યો છે#gujarat #Light #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/OeQdffNkCV
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 3, 2024
વિસ્તરણની જરૂર કેમ પડી ?
- જેટકો માળખું ઊભું કરવા માટે ખર્ચ કરશે.
- જેટકો દ્વારા વર્ષે માળખાકીય સુવિધાઓ માટે 4000 કરોડનો ખર્ચ.
- વીજ ઉત્પાદનની ક્ષમતા વધવાના કારણે વધારે ખર્ચ કરવો જરૂરી.
- ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો.
- આગામી આઠ વર્ષમાં વીજ વિતરણનું માળખુ ઊભું કરાશે.
- બધા ખર્ચને પહોંચી વળવા વધારે રોકાણ જરૂરી.
ગુજરાતીમાં કહેવત છે કે, કંસારમાં ગોળ નાંખો એટલો ગળ્યો થાય. ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એ જ કરી રહી છે અને વધારે નાણાં નાખીને ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે વિસ્તૃત બનાવી રહી છે. સ્વાભાવિક રીતે જ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજ વિતરણનું માળખું વિસ્તરશે તેથી લોકોને ફાયદો થશે જ. આ ફાયદાની વાત કરતાં પહેલાં ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશનકોર્પોરેશન લિમિટેડ શું છે અને એ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે શું કરવાની છે એ સમજી લઈએ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ગુજરાતની વિદ્યુત પાવર ટ્રાન્સમિશન કંપની છે. જે ગુજરાતમાં બધાં પાવર સબ સ્ટેશન સહિતનાં ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વહિવટ કરે છે.
વિસ્તરણની જરૂર કેમ પડી ?
- જેટકોની સ્થાપના મે 1999માં થઈ.
- માળખામાં ફેરફારો થતા ગયા.
- ફેરફારોની જરૂરિયાત બહું વધી ગઈ.
- ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું વધી રહેલું ઉત્પાદન.
- ગુજરાતમાં પવન ચક્કી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા 11823 મેગાવોટ.
- સોલાર એનર્જી થકી વીજ ઉત્પાદનની ક્ષમતા 14182 મેગાવોટ પર પહોંચી.
- રાજ્યની રિન્યૂએબલ એનર્જીની કુલ ક્ષમતા 26000 મેગાવોટ.
- ક્ષમતામાં સતત વધારો થતો રહેશે.
વીજ કંપનીના દાવા અનુસાર આગામી સાત વર્ષમાં કયા ટાર્ગેટ્સ રાખવામાં આવ્યા છે એના પર એક નજર કરીએ.
આ રહ્યા ટાર્ગેટ્સ
- પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં 22456 મેગાવોટનો વધારો.
- સોલાર એનર્જી દ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં 24694 મેગાવોટનો વધારો.
- 2030 સુધીમાં રિન્યૂએબલ એનર્જીની ક્ષમતા 73245 મેગાવોટ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ.
રિન્યૂએબલ એનર્જીનું ઉત્પાદન વધવાના કારણે ગુજરાતની થર્મલ પાવર આધારિત વીજળી પરની નિર્ભરતા ઘટશે. વધારે વીજળી પેદા થશે. તેથી એને પહોંચાડવા વધારે લાઈનો પણ જોઈશે તેથી આ ખર્ચ જરૂરી છે. આ ઉપરાંત હાઈડ્રો પાવર પ્રોજેકટ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા 1620 મેગાવોટનો અને થર્મલ પાવર પ્લાન્ટસ થકી વીજ ઉત્પાદનની ક્ષમતામાં બીજા 2458 મેગાવોટનો ઉમેરો આગામી પાંચ વર્ષમાં કરવાની પણ યોજના છે.
લોકોને શું મળશે લાભ ?
- સતત વીજ ઉત્પાદન વધશે.
- લોકોને ભવિષ્યમાં વીજળીની તંગી નહીં પડે.
- ઘર વપરાશ, ઉદ્યોગો, ધંધા, વેપાર, ખેતી, ગૃહ ઉદ્યોગોને લાભ.
- પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે.
- ગુજરાતનો વિકાસ વધશે.
- ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં ભારે વધારો.
- 500 મેગાવોટ વીજળી સ્ટોર કરવા માટેના બે પ્રોજેકટ મંજૂર.
- વીજળી સ્ટોરેજ માટેના બે પ્રોજેકટને પણ લીલી ઝંડી આપી.
- બેટરી આધારિત વીજ સ્ટોરેજના દરેક પ્રોજેકટની ક્ષમતા 250 મેગાવોટની.
આ કંપનીઓને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દર મહિને દરેક મેગાવોટ દીઠ 4.48 લાખ રુપિયા એક પ્રોજેકટ માટે અને 3.73 લાખ રુપિયા બીજા પ્રોજેકટ માટે ચૂકવશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમનું કંપનીઓએ એ રીતે સંચાલન કરવાનું રહેશે કે જેનાથી સ્ટોરેજ દરમિયાન થતો ઈલેક્ટ્રિસિટી લોસ 15 ટકાથી વધે નહીં. સ્ટોરેજ કરનાર કંપનીઓ સવારે બે કલાક અને સાંજે બે કલાક એમ પીક અવર્સમાં આ સ્ટોરેજ સિસ્ટમમાંથી GUVNLને વીજ સપ્લાય કરશે. ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં થતા વીજ ઉત્પાદન કરતા બેટરી સ્ટોરેજ સિસ્ટમથી થતો વીજ સપ્લાય સસ્તો પડશે. ગુજરાતમાં વીજળી ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અભૂતપૂર્વ છે. વીજ સપ્લાયને ગમે ત્યારે રોકવાનો અને ચાલુ કરવાનો વિકલ્પ પણ મળશે.
પાવર સેક્ટરમાં ગુજરાતમાં ફેરફારો વિશે તમને વધુ માહિતી આપીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં થઈ રહેલી કામગીરી અભૂતપૂર્વ છે અને 10થી 15 વર્ષ પહેલાં જ એનો પાયો નંખાઈ ગયો હતો. દુનિયામાં અભૂતપૂર્વ વિકાસ કરનારા દેશોએ ઔદ્યોગિક અને કૃષિ બંને ક્ષેત્રે અંજાઈ જવાય એવો વિકાસ કર્યો કેમ કે આ દેશો ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી છે. તમારી પાસે ગમે તેટલો મેનપાવર હોય, કુશળ કારીગરો હોય, કુદરતી સ્રોત હોય પણ પૂરતી ઊર્જા ના હોય તો તેમનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. તેના કારણે રાષ્ટ્ર ધાર્યો વિકાસ નથી કરી શકતો. ભારતના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. ભારત ઊર્જા ક્ષેત્રે સાવ પરાવલંબી અને બીજા દેશો પર નિર્ભર છે. ભારત દર વર્ષે 12 લાખ કરોડ રૂપિયા ક્રૂડ ઓઈલની આયાત કરવામાં ખર્ચે છે. જેના કારણે દેશમાં વિકાસ કામો માટે જોઈએ એટલી રકમ જ બચતી નથી. આપણે માત્ર ક્રૂડ જ નહીં પણ વીજળી પેદા કરવા માટે બહારથી કોલસો મંગાવવા પાછળ પણ અબજો રૂપિયા ખર્ચીએ છીએ. ભારતની મોટા ભાગની કમાણી ક્રૂડ અને કોલસામાં જ જતી રહી છે. PM મોદીને સમજાઈ ગયેલું કે, ક્રૂડ અને કોલસામાં કમાણી વેડફાય તેનો ઉકેલ રિન્યુએબલ એનર્જી છે. આ કારણે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રિન્યુએબલ એનર્જી પર ભાર મૂક્યો અને દેશના PM તરીકે એ જ વિઝનને વિસ્તૃત કરીને ‘રેઈનબો વિઝન’ આપ્યું. વાહન હોય કે ઘર-ધંધા-રોજગાર-ઉદ્યોગો હોય, ક્રૂડ અને કોલસાનો વિકલ્પ મળે એવા વિકલ્પો વિકસાવાય તો ભારત ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બની શકે, મહાસત્તા બની શકે.
શું છે રેઇનબો વિઝન ?
- મહાસત્તા બનવાની ચાવી ‘રેઈનબો વિઝનમાં.
- ‘રેઈનબો વિઝન’ PM મોદીની દેન.
- ભારતમાં આઝાદી પછી ઊર્જા ક્ષેત્રના વિકાસ માટે પૂરતા પ્રયત્નો ના થયા.
- દેશને ઊર્જા ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવાની વાતને બહું મહત્વ ના અપાયું.
- PM મોદીએ ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબન પર ભાર મૂક્યો.
- વિકાસ કરવો હોય તો ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવું પડે.
- ભારતે વિશેષ પ્રયાસ કરવા પડે.
- આપણા વપરાશ માટે જરૂરી ઊર્જા તો પેદા કરવી જોઈએ.
- બીજા દેશોને પણ વેચી શકતા હોવા જોઈએ.
- નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ દિશામાં ઘણા પ્રયત્ન કર્યા.
- ઊર્જાના વિકાસનું વિઝન તૈયાર કર્યું.
- ગેસ, થર્મલ, હાઇડ્રો, સોલાર, વિન્ડ, બાયો-માસ.
- ન્યુક્લિયર એમ સાત વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રો.
- ઊર્જા ક્ષેત્રોને વિઝનમાં આવરી લેવાયા.
- કોલસા આધારિત વીજળી ઉત્પાદન પર નિર્ભર ના રહેવું.
જેના બદલે આ સાત વિકલ્પોને મોટા પ્રમાણમાં અપનાવાય એવો ક્રાન્તિકારી વિચાર આ વિચારને ગુજરાતમાં સફળતાથી અમલમાં મુકાયો …PM મોદીએ 2014ની ચૂંટણીના પ્રચાર વખતે ઊર્જા ક્ષેત્ર માટે રેઈનબો વિઝન રજૂ કર્યું રેઇનબોનો અર્થ થાય છે, મેઘઘનુષ. મેઘધનુષમાં સાત રંગો હોય છે એ રીતે મોદીએ ઊર્જાના પણ સાત વિકલ્પનું વિઝન રજૂ કર્યું. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે.PM મોદીએ આ તિરંગાના ત્રણ રંગોને દેશની આર્થિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવનારી ક્રાન્તિના સ્વરૂપમાં રજૂ કરેલા. તેમણે લીલો રંગ હરિત એટલે કે કૃષિ ક્રાંતિ, સફેદ રંગ શ્વેત એટલે કે દૂધની ક્રાંતિ અને કેસરી રંગ ઉર્જા ક્રાંતિનું પ્રતિક ગણાવાવ્યો. દેશમાં બે ક્રાંતિ આવી ચૂકી છે ત્યારે ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવીને તિરંગાને પૂર્ણ બનાવવાનું મોદીનું વિઝન હતું.
દેશભરમાં રેઈનબો વિઝનનો અમલ
- સમગ્ર દેશ માટે નેશનલ ગ્રિડ બનાવવાનો કન્સેપ્ટ.
- નેશનલ ગ્રિડમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રો પર ભાર.
- UP,ઓરિસ્સા,MPમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ બનાવવા.
- કોલસાના ઉત્પાદનમાં મોખરે બિહાર, ઝારખંડ મોખરે.
- પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ મોખરે.
- રાજ્યોમાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના.
- જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ માટે પ્લાનિંગ.
- ઉંચાઈએથી આવતા પાણીના પ્રવાહનો ઉપયોગ કરવાની વાત.
- રાજ્યોમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના.
- ગુજરાત,રાજસ્થાન જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર રાજ્યો માટે સજેશન.
- રાજ્યોમાં સોલાર પાવર પ્લાન્ટ ઊભા કરવાનું વિઝન.
- તામિલનાડુ,કેરળ જેવા દરિયાકાંઠાનાં રાજ્યોમાં વિન્ડ પાવરનું સજેશન.
- દેશનાં નાનાં તમામ શહેરોમાં બાયો-માસ પાવર ઉત્પાદન કરવાનું વિઝન.
- સંખ્યાબંધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની યોજના.
- 2022 સુધીમાં 1.75 લાખ મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય હતું.
- 1 લાખ મેગા વોટ વીજળી માત્ર સોલર એનર્જીમાંથી મેળવવાની જાહેરાત હતી.
- સોલાર એનર્જી તથા ગ્રિડ ઈન્ફ્રાસ્ટ્રક્ટર માટે 1500 કરોડ રૂપિયા ફાળવાયા.
PM મોદી સરકારની રચના પહેલાં ભારતમાં અલગ અલગ વિસ્તારો દીઠ નોર્ધર્ન ગ્રીડ, સધર્ન ગ્રિડ એવી જુદી જુદી ગ્રિડ હતી અને તેમાંથી જે તે વિસ્તારોને વીજળી અપાતી. નરેન્દ્ર મોદી PM બન્યા પછી છ મહિનામાં જ બધી ગ્રિડને આંતરિક રીતે જોડીને એક નેશનલ ગ્રિડ બનાવી દીધી. ગુજરાતમાં ટ્રાન્સમિશન માળખું વિસ્તૃત બનશે તો વધારાની વીજળી નેશનલ ગ્રિડમાં જશે. તેથી બીજાં રાજ્યોને પણ ફાયદો થશે. ભારત આજે પણ થર્મલ પાવર એટલે કે કોલસા પર આધારિત વીજળી ઉત્પાદન પર વધારે નિર્ભર છે પણ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધી રહ્યું છે.
રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં વધારો
- લગભગ 25 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી સોર્સમાંથી પેદા થાય.
- રિન્યુએબલ એનર્જી સોર્સમાં પણ સોલાર પાવર અને વિન્ડ પાવર મુખ્ય.
- ગુજરાત રાજ્ય બંનેમાં મોખરે.
- ભારત પાસે સોલાર એનર્જી અને વિન્ડ પાવર પેદા કરવાની અપાર ક્ષમતા.
- ભારત પાસે વિશાળ દરિયાકિનારો.
- બાર મહિનામાંથી દસ મહિના દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભરપૂર સૂર્યપ્રકાશ.
- સોલાર અને વિન્ડ એનર્જીને અપનાવાય તો વીજળીની સમસ્યા હળવી થઈ શકે.
આપણે ત્યાં શહેરોમાં વીજળીનો વપરાશ સૌથી વધારે છે.
વીજળીની ભારે ડિમાન્ડ
- કોન્ક્રીટનાં જંગલોના કારણે શહેરોમાં ગરમી વધારે અનુભવાય.
- શહેરોમાં મોટી ઈમારતોની લિફ્ટ્સ તથા બીજી સિસ્ટમ માટે વધારે જરૂર.
- વીજળીની આ જરૂરિયાતને પહોંચી વળવા માટેની આ ક્વાયત.
ગુજરાતમાં વીજળી ક્ષેત્રે આટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે વીજ માળખાને પણ સમજવું જરૂરી છે. 1956 ના કંપની એક્ટ હેઠળ નોંધાયેલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અગાઉની ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. એની સંપૂર્ણપણે સબસિડરી કંપની છે.
વીજ માળખામાં ફેરફારો
- પાવર સેક્ટરના પુનર્ગઠનની પ્રક્રિયા.
- GEBના સ્થાને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNL.
- GUVNL અત્યારે ગુજરાતનું વીજળી નિયમન બોર્ડ.
- GUVNLની સ્થાપના મે 1999માં કરવામાં આવી.
- GUVNLને GEBની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે નોંધવામાં આવી.
કંપનીનો ઉદ્દેશ્ય પાવર સેક્ટરની પુનઃરચના. એના સંચાલન અને ગ્રાહકોને વિવિધ સેવાઓના વિતરણની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. પાવર રિફોર્મ પ્રક્રિયાના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા વીજળી અધિનિયમ 2003 પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરી હતી. ગુજરાત સરકારે નવેમ્બર 2003માં સરકારી નોટિફિકેશન દ્વારા ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનઃસંગઠન અને વ્યાપક ટ્રાન્સફર સ્કીમ, 2003, (ટ્રાન્સફર સ્કીમ) બનાવીને ગુજરાત વિદ્યુત બોર્ડ (GEB)ની મિલકતો તથા જવાબદારીઓ વગેરેના ટ્રાન્સફર માટે અનુગામી સંસ્થાઓ બનાવી હતી.
GEBનું વિભાજન
- GEBનું સાત કંપનીઓમાં વિભાજન.
- ટ્રેડિંગ, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારીઓ સાથે પુનર્રચના.
- ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ મુખ્ય કંપની.
GEBની પેટા કંપનીઓ
- ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ.
- દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ.
- મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ.
- પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ.
- ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ.
- ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ.
આ કંપનીઓમાંથી Gujarat State Electricity Corp. Ltd.વીજ ઉત્પાદનનું કામ કરે છે. મતલબ કે, તમામ વીજમથકો તેના તાબા હેઠળ છે. જેટકો પેદા થયેલી વીજળીને પહોંચાડવાનું કામ કરે છે. મતલબ કે, પાવર સ્ટેશનો પછીનું બંધું માળખું તેના તાબા હેઠળ છે. બાકીની કંપનીઓ લોકોને વીજળી પૂરી પાડવા સહિતની સેવાઓ આપે છે. હવે જેટકો માળખાને મજબૂત બનાવી રહી છે ત્યારે આ બધી કંપનીઓ પણ મજબૂત થશે અને લોકોને વધારે સારી સેવાઓ આપી શકશે.