રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને DBT સહાય, નમો લક્ષ્મી યોજનાથી 10 લાખ છાત્રાઓને સ્કોલરશિપ

ગાંધીનગરઃ રાજ્યમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને DBT દ્વારા સહાય પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને 313 કરોડથી વધુની સહાય મળી છે. નમો લક્ષ્મી યોજનામાં 10.70 લાખ કન્યા છાત્રાઓને 203 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને 51 કરોડની સહાય લાભ મળ્યો છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કુલ 33 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને 26 કરોડ રૂપિયાથી વધુની સ્કોલરશિપનું ચૂકવણું કરવામાં આવ્યું છે. 2023-24ની સરખામણીએ 2024-25માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 27% વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટ્રાન્સપરેન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 313 કરોડથી વધુની DBT દ્વારા સહાય મળી છે. નમો લક્ષ્મી યોજનામાં 10.70 લાખ કન્યા છાત્રાઓને 203 કરોડ મળ્યા છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓને 51 કરોડનો સહાય મળ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે 50 હજાર વિદ્યાર્થીઓને કુલ 33 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને 26 કરોડથી વધુની સ્કોલરશિપનું ચૂકવણું થયું છે.
નમો લક્ષ્મી યોજનાના અમલ પછી 2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ફક્ત 6 મહિનામાં જ વર્ગખંડોમાં 80-100% હાજરી આપનારી કન્યાઓની સંખ્યા 23%થી વધીને 48% થઈ છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાને કારણે 2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ફક્ત 6 મહિનામાં જ વિજ્ઞાન પ્રવાહમાં 80-100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18%થી વધીને 44% થઈ છે. 2023-24ની સરખામણીએ 2024-25માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 27% વધારો થયો છે.