બીમાર વૃદ્ધ સાથે છેતરપિંડી, મોંઘીદાટ કાર છોડાવીને લોન લેતા ફરિયાદ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ અમીરગઢના ઝાંઝરવા ગામે એક બીમાર વ્યક્તિ સાથે છેતરપિંડીની ઘટના બની છે. તેની જાણ બહાર દસ્તાવેજો લઈ અને મોંઘીદાટ ગાડી છોડાવીને લોન કરી લીધી છે. હાલ આ મામલે ભોગ બનનારે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમીરગઢનું ઝાંઝરવા ગામે ગણેશભાઈ રબારી નામના વ્યક્તિ છેલ્લા બે વર્ષથી કેન્સર પીડિત છે. બે વર્ષથી પથારીવશ છે અને તેમના નામે એક મોંઘી કાર તેમના દસ્તાવેજો દ્વારા તેમની જાણ બહાર શો રૂમમાંથી નીકળી ગઈ. જો કે, આરટીઓમાંથી આરસી બુક ગણેશભાઈના ઘરે આવે છે. ત્યારે તેમને ખબર પડે છે કે, 22 લાખની મોંઘી કાર તેમના નામે ઉપડી ગઈ છે અને તેની પર લોન પણ થઈ ગઈ છે. જો કે, આ બીમાર એવા ગણેશભાઈ ક્યાંય સહી કરવા નથી ગયા નથી.
શો રૂમમાં તેમને ડોક્યુમેન્ટ આપ્યા નથી, કોઈ ફાઇનાન્સની ઓફિસે ગયા અથવા તો નથી તો કોઈએ તેમની પાસે સહી કરાવી નથી. વાત માત્ર એટલી જ છે કે, તેમના નામે ટ્રેક્ટરની લોન ચાલતી હતી તે બીમાર હતા અને તેમને થયું કે, આ લોન છે તેમના પુત્રના નામે ટ્રાન્સફર કરાવીએ એટલે તેમના ડોક્યુમેન્ટ ટ્રેક્ટરની કંપનીમાં આપ્યા હતા. તે બાદ 23 નવેમ્બરે તેમના ઘરે આરસીઆર બુક આવી ત્યારે તેમને ખબર પડી કે તેમના નામે 22 લાખની મોંઘી કાર શોરૂમમાંથી નીકળી ગઈ છે.
અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધી છે, ફરિયાદી છેલાભાઈની ફરિયાદને આધારે પોલીસે હવે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પાલનપુરની જે toyota કંપની છે અને toyota ગાડી અને ત્યારબાદ તેના પર લોન થઈ છે. ત્યારે બોગસ વ્યક્તિઓ દ્વારા ગણેશભાઈના સાચા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને આ લાખોની છેતરપિંડી આચરાઈ છે. તેને લઈને પોલીસે અત્યારે તો જે ફાઇનાન્સ કંપની છે. તેના કર્મચારીઓના નિવેદન લીધા છે અને પોલીસનું માનવું છે કે, તે ત્રણ આરોપી સુધી રડારમાં પહોંચી ગઈ છે. પરંતુ અત્યારે તો શોરૂમ અને ફાઇનાન્સના માલિકો પાસેથી વધુ વિગતો મગાવી છે અને પોલીસે આ સમગ્ર છેતરપિંડી મામલે તપાસ હાથ ધરી છે.