કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના 35 વર્ષીય યુવકનું મોત

Navsari: દેશ-વિદેશમાંથી લોકો મહાકુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત થયું છે. સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં ગયેલા વાંસદાના એક યુવકનું મોત થયું છે. વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય વિવેક પટેલ ચક્કર ખાઈને ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું છે. 35 વર્ષીય વિવેકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો: ભરૂચના જંબુસર નજીક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે થયેલી દોડધામમાં મહેસાણાના એક વતનીનું નિધન થયું હતું.